માઈક્રોફિક્શન
શું સ્ત્રીત્વ પવિત્ર નથી?
ચૈત્ર મહિનાની નવરાત્રીની એ આઠમ. બાર વર્ષની આસ્થા દર વર્ષની જેમ ચણિયાચોળી પહેરીને તૈયાર થઈ ગઈ. પાડોશીઓ આસ્થાને કન્યાપૂજન માટે બોલાવતાં અને એ ભેંટ લઈને પાછી ફરતી, આ હતો દર વર્ષ નો નિયમ. પણ, મમ્મીએ આવીને કહ્યું, “બેટા, હવેથી તારી પૂજા ન થાય.” આ સાંભળતાં જ આસ્થાનાં મનનાં તાર ઝણઝણી ઉઠ્યાં અને એ પ્રશ્ન ભરી નજરે મમ્મીને જોતી રહી.
✍©️અંકિતા નાણાવટી