લાગણી...
કોઈ એક વ્યક્તિનો કોઈ બીજા વ્યક્તિ પર અઢળક પ્રેમ હોવો, અઢળક કાળજી રાખવી, અપાર વિશ્વાસ હોવો એને જ આપણે ટુંકમાં લાગણી કહીએ છીએ.
જે કોઈ સ્પેશિયલ વન ઉપર અપાર હોય છે. શબ્દોથી કહી નથી શકાતી પણ એ હમેશા હોય છે. ક્યારેક બે એકદમ વિરોધાભાષી સ્વભાવ વાળા વ્યક્તિઓ વચ્ચે પણ લાગણી તો અખૂટ જ હોય છે.
સતત લાગણીની પરિક્ષા પણ લેવાતી હોય છે અને કદાચ એ પરીક્ષાના અંતે લાગણીઓ શુષ્ક થતી જતી હોય છે. કોઈને સંભળાવી નાખવું એ માનવ સહજ છે. પણ મનમાં એની ઊંડી અસર થતી જતી હોય છે. પણ આ તો માનવસહજ સ્વભાવ છે જે ચાલ્યા જ રાખશે.
જ્યાં સુધી શક્ય હોય લાગણીસભર જીવી જાણવું બાકી તો કાલે કોને ખબર શું થવાનું છે. અને આપણે ના હોઈએ ત્યારે કિંમત માત્ર એટલી જ થવાની છે કે હતા ત્યારે કેવા હતા બાકી દરેક વ્યક્તિનો ઓપ્શન અત્યારના સમયમાં મળી જતો હોય છે. એટલે જીવીએ એટલી જ ચિંતા કરવાની બાકી અનંત આરામમાં.....
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...