સ્થિર છે કે આ માનવ અસ્થિર છે?
કોને ખબર માણસ કેટલો ગંભીર છે?
મહામારીમાંય શોધે કમાવવાની તક,
લાગે છે મરી ગયાં એમના જમીર છે;
ભૂખ દોલતની મટતી જ નથી કોઇની,
તૃષ્ણા છીપે એવાં ક્યાં વરસે નીર છે?
હાથનાજ કર્યા વાગ્યાં છે હવે હૈયામાં,
ખૂદના દુઃખોનો ખૂદ જ સિતમગીર છે;
જળનો ઉકેલ હજુ મળ્યો નથી અહીં,
ત્યાં બોટલોમાં વેચાતો થયો સમીર છે;
કર્મોનો હિસાબ કરતી વખતે ભગવાન,
નથી જોતો ગરીબ છે કે એ અમીર છે;
બાકી, હવે મળે જીવન કે મોત "વ્યોમ"
જોઈએ તો ખરા કોની કેવી તકદીર છે?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)