તરંગો છે મન માં , તરંગી રહ્યો છું,
હું ભાવે જરા દિલને રંગી રહ્યો છું.
મનોમય છે દુનિયા,વિચારો વમળમાં,
ને ભીતર હું ફાની ,જો વ્યંગી વહ્યો છું,
તરંગી ગજબ છે મનની ઝણઝણાટી,
જરા કલ્પના નો , હું સંગી રહ્યો છું
થઈ છે સફર જો, તું આકાશ મધ્યે,
ને છાયાથી મારી , અસંગી રહ્યો છું,
હા આનંદ અદ્ભુત ,તું સમજે છે અઘરું
મનો રાજ મ્હાલી , જો ચંગી રહ્યો છું,
-મોહનભાઈ આનંદ