આવ રે મન, બેય તરફી આવ તું પણ,
મારી હસ્તી ને, જરા સમજાવ તું પણ.
જો મનોરથ હોય , ઈચ્છા કારણે તો,
કલ્પનામાં ક્યાંક, ના ભટકાવ તું પણ.
શૂન્યમાં તો થાય છે , લય એક તું ત્યાં,
દ્વૈત ભાવો કોઇ કિમિયા લાવ તું પણ.
ખૂંદતા જો ખૂદમાં ,પામી જાત સાચી
જાદૂ જેવો છે , ખરેખર હાઉ તું પણ.
પ્રેમ પ્રતિપળ ત્યાં ખરેખર પામતાં જો,
ભીતરી આનંદ ને , પ્રગટાવ તું પણ.
-મોહનભાઈ આનંદ