એક કવિ બેંકમાં ખાતું ખોલાવવા ગયા.
જ્યાં તેને ફોર્મ પર એક ખાનામાં સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું -
"નમૂનાની સહી".
કવિએ આ અંગે વાંધો ઉઠાવ્યો અને બેંક પર બદનક્ષીનો દાવો કરવાની ધમકી પણ આપી. આ આખોય મામલો ઠરેલ બુધ્ધિનો મેનેજર સમજી ગયો, ત્યારે તેણે કવિ પાસે માફી માંગી અને ફોર્મમાં જરુરી સુધારો સુચવવા કહ્યું
કવિએ સુધારો સુચવ્યા પછીનાં નવા છપાયેલા ફોર્મમાં આ પ્રમાણે લખેલું હતું
"સહીનો નમૂનો".
😃😃 😃😃