જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
દીકરી મારી છે ખુબ સયાની
લાગે છે જાણે પરીઓની રાણી
કાલ સુધી તુ રમતી હતી ઘર ઘર
આજે રહે છે તુ મહેલ જેવુ બનાવીને ઘર
બેસીને ખભા પર, રમતી હતી ઘોડો ગાડી
આજે ચલાવે છે તુ મોટી-મસ ગાડી
કાલ સુધી નિશાળમા ભણતી હતી તુ અંગ્રેજી
આજે તુ ભણાવે છે,અને છોકરા છે અંગ્રેજી
નાની હતી અને જોતી હતી સપના રાજકુમારના
આજે રહે છે રાજકુમાર જેવા કૈવલ્યના દિલમાં
બધાની રહીશ તુ હમેશા લાડલી
અને સાસુ-સસરાની રહીશ હમેશા તુ વ્હાલી
તુ અને કૈવલ્ય, ખુબ કમાવો ડોલર
અને પૈસા કમાઇને પાછા આવો ઘર