*ચાલ એક ગઝલ કહું...*
એકવાર સાહસ ખેડવા જેવું છે
જાહેરમાં ખડખડ હસી લેવું છે
ચાદર પ્રમાણે પગ ટુંકા પણ પડે
કાયમ અહી કોને સુતા રે'વું છે?
મિયાં ગીરે પર તંગડી તો ઊંચી
ભૈ, આપણું તો પ્રેમમાં એવું છે
વરસો સુધી સાથે રહ્યાં છો સતત
તારુ શું આ બંદા વિષે કે'વું છે?
*'મંથનં તો ડીસાનો રહેશે સદા*
*એના શિરે આ ગામનું દેવું છે.*
મંથન ડીસાકર