Content: ચાલે છે
હાથ મારો આમ સ્પર્શી જો હજી જાન ચાલે છે,
જો હવે રોમ રોમે એ ધીકતી જબાન ચાલે છે.
કોઈ મુલવે આ આંસુઓને એની શુ છે કસૂર?
રકતે રક્ત વહે છે ખુદથી એથી સભાન ચાલે છે.
સૌમાં છે જો ઈબાદત તું આમ પાક થઇ કરે શું?
મસ્જિદમાં રોજ મારી પાકે - અજાણ ચાલે છે.
આમ રોજ મંદિરેથી આવું છું રોજ હું થઇ રાજી,
શું સૌવ ધર્મ છે ફરેબી મારું મનોમંથન ચાલે છે.
ભૂખ્યો ન સૂવું પોતે બીજાનું હું બહુ વિચારું,
'મયુર' શું જિંદગી છે એનું ગૂઢચિંતન ચાલે છે..
મયુર દરજી