એક'દી બસ એ જ અવગણના ફળી જાશે
એક રજકણ છેક આકાશે પુગી જાશે
લાગતુ'તુ જેમને, છે સાવ નિષ્ફળ એ
આશ સઘળી એમની જોજે તૂટી જાશે
સાચવી રાખ્યો હતો તણખો હ્રદયમાં જે
શબ્દની થઇ આગ એ કાગળ સુધી જાશે
ના કસોટી કર ખુદા હદ પાર તું એની
હામ સાથે જો બધી ધીરજ ખૂટી જાશે
લાગણીની ડાળખી કરમાઈ ગઇ'તી જે
એક ઇરાદાથી જ એ પાછી ઉગી જાશે
પાંદ પણ ના જાણતુ આ પ્રીત ઝાકળની
બે ઘડી નો સાથ દઈ પળમા ઉડી જાશે
એક પરપોટાની અંદર કેદ છે "રોશન"
લાગશે જ્યા એક ઘસરકો ત્યા છુટી જાશે
# કિરણ જોગીદાસ