ઘરકામ કરતી બીજાના ઘરે
મા, લાવી મીઠાઈના
બે - ચાર કટકા, વધેલા ઘટેલા
ને કર્યા એના સાત - આઠ
સાથે એક બોક્સ ખાલી
મૂક્યું અભરાઈ પર
ને આપ્યો કટકો એક દીકરાને
દિવાળીમા ને
બાકીના મહેમાન માટે રાખ્યા
ખાલી બોકસમાં
વહેંચ્યા એ દીકરાના મિત્રોમાં
નવા વરસે
ને પછી બોક્સ ખાલી
સૂંઘી, એ સુઈ ગઈ
- ઉદયન