મારી સાથે જે રડે એ મિત્ર છે,
મારી સાથે જે હસે એ મિત્ર છે.
.
થાય દુશ્મન આ જગત પૂરું ભલે,
તોય સાથે જે રહે એ મિત્ર છે.
.
એ ભલે ઓળખતો ના હો તોય પણ,
જે મદદ સૌની કરે એ મિત્ર છે.
.
માન ને સન્માન જે ના માંગતો,
જે બધા સાથે ભળે એ મિત્ર છે.
.
"મિત્ર" સારા ક્યાં રહ્યા છે તે છતાં,
પ્રેમથી કોઈ મળે એ મિત્ર છે.
.
મિત્ર રાઠોડ