Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ
************
એક પંખી રોજ ડાળે કેમ કચવાતું હશે?
એ નિકંદન વૃક્ષોનું જોઇ હિજરાતું હશે!

આ સરોવરમાં ન હોય કદી ઉછાળાં આટલાં,
ગંદકી ઠલવાય છે આ એમ મુંઝાતું હશે?

આ અતિથિ ત્યાં એટલે ઠલવાતાં ભલા,
આંગણું આખું પુષ્પોની જેમ મલકાતું હશે!

પર્ણ ફૂટે ને ખરે,કૂદરતની આ રીતથી;
જંગલોનું જીવવાનું આમ જળવાતું હશે!

આયખું જેનું દ્રવ્યું હો,જોઇ દુઃખ ગરીબના;
મરણ એનું ધૂપ મ્હેંકે એમ મ્હેંકાતું હશે!

@ નટવર ટાંક

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710811
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now