ફૂંકી ફૂંકી શું વગાડે છે મને ?
થૂંકી થૂંકી બસ બગાડે છે મને.
ઝાડ માફક અડચણોએ કાપવા;
ક્યાંક ઘર વચ્ચે ઉગાડે છે મને?
ચાલીને હાંફી ગયો છું તે છતાં;
ઝંખના સૌની ભગાડે છે મને.
ઊંઘ રાહતની હજી આવી નથી;
શ્રાદ્ધ ઊણા જ્યાં જગાડે છે મને.
સભ્ય ઘરનો આખરે સમજી હવે;
ભીંતના ખીલે લગાડે છે મને.
#સર્જક