જાતને મારી હું ઘડાયો છું.
તે છતાં ના હજી ધરાયો છું.
એમ તો કઈ હું નહીં જઉં હારી;
બાપ છું માટે હું ડબાયો છું.
ના સમજ છીછરો કોઈ છલકાટ;
છેક તળિયેથી ઉભરાયો છું
છાંયડાની તું ચાહ બહું ના રાખ;
ઝાડ માફક હું યે કપાયો છું
બ્હાર નિકળું હવે કઈ રીતે;
મારી "હું"માં હું યે ફસાયો છું.
સર્જક