તરહી. રચના...
એ પંડિતો વિદ્વાન કહેવાતા રહ્યાં
મા શારદાની સાધના કરતાં રહ્યા ..!!**
કાદવ ડહૉળુ જળ સરોવરનું કર્યું
ક્યાંથી ખીલે કમળ? ખરતા રહ્યાં
લઇ ખોખલી જે જ્ઞાન પોથી હાથમાં,
વર્તુળ પરિધીમાં ઘૂમી ફરતા રહ્યાં
છે ઝાંઝવા જુઠા બધાં આ રેતમા
ત્યાં સત્યનાં નામે હરણ મરતા રહ્યાં
હો દંભ ખોટો,ખોટું ઘમંડ જ્ઞાનનું,
જે જ્ઞાનના રાહે સતત ડરતા રહ્યાં
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'