Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ નું નગર ૬

જિંદગીની રાહમાં શું કહું કે શું મળ્યું -
સો તરસ મળી ને દસ સુકાયેલા કૂવા મળ્યા !

*કાયમ હજારી*

એક પારેવું જુઓ, હાથેથી ચિઠ્ઠી છીનવી,
એમને આપીને ભોળું થાય તો હું શું કરું?

*હિમલ પંડ્યા*

દરિયો હતો છતાંય હું દોડી શક્યો નહીં,
કેવળ નદી હતી છતાં દોડી મળી છે તું.

*અશોક ચાવડા 'બેદિલ'*

આ મારી શાયરી સંજીવની છે "ઘાયલ"
શાયર છું હું પાળિયા ને બેઠા કરી શકું છું

*અમૃત ઘાયલ*

લઇ શોધ મારી જયારે જગત નીકળ્યું હશે ,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે .

*દિલેર બાબુ*


તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં ,
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !

*દિલીપ વ્યાસ*

તટ ની વેળુમાં પડ્યા ભાતીગળ સ ળ
વાયરો વહે ને થાય સઘળું સમથળ ,

*દુર્ગેશ શુક્લ*

વાતો હવે વફાની જગતમાં રહી ગઈ ,
દુશ્મનનું કામ જે હતું , મિત્ર કરી ગયાં .

*" લતીફ " સૂરતી*

તુ શૂન્ય કવિને શું જાણે એ રૂપનો કેવો પાગલ છે,
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.

*શૂન્ય પાલનપુરી સાહેબ*

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

*મરીઝ*

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111710228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now