*અછાંદસ*
મારાં અસ્તિત્વમાં,
તારું અસ્તિત્વ છુપાવીશ,
યાદ આવશે તો....
મારાં વ્યક્તિત્વને....
ઓગાળીશ હરિ,
પણ.....જીવીશ,
જેમ તેમ,
આ આયખું પૂરું કરીશ,
પછેડો આ પાલવનો,
આડો કરીશ,
જયારે વહેશે આંખોથી...
ઝાકળ હરિ,
ધબકારે ધબકારે વાતો કરીશ,
પીશું થોડાં વિષના પ્યાલા હરિ,
એકધારી આ વેદના ,
કોને કેવી,
કોઈ ના સમજે!,
એ તો ઠીક,
પણ...
ના સમજે મને મારો હરિ!,
દુ:ખી ના કરી શકું તેને સખી,
જેને મે મારાં માન્યા હરિ,
હું અબુધ, અજ્ઞાની,
કેવી સખી...!
પીડા કહેતાં પણ ...
મને ના ફાવી સખી.
કાજલ કાંજિયા 'ફિઝા'