*અછાંદસ*
મારી ભીતર લાગણીઓના પૂર વહ્યા કરે ને...
લોકો સંબંધો ના નામે હાથ ધોયા કરે,
મારી લાગણીઓને હવે હું, ભણાવવા બેઠી છું કે,
થોડી પાકટ થાઓ,
થોડી દુનિયાદારી શીખી જાઓ,
આ દુનિયા બહું નઠારી,
થોડી તેને સમજતાં શીખી જાઓ,
જેટલી વહ્યા કરશો,
એટલી જ લોકો છડ્યાં કરશે,
સ્વાર્થ તેનો સિંચ્યાં કરશે,
દર્દ તમને ઝીક્યાં કરશે,
ઘાંવ તમારા ખણ્યા કરશે,
કહું છું....
થંભી જાઓ,
સમજી જાઓ,
તમારી જ તમે,
ના વેરી થાઓ,
લાગ જોઈને સરકી જઓ,
નહિતર, પછી કયાં!
ઝખ્મોના મેળા બાંધશો?
દુખોના દે'રા બાંધશો?
મારી લાગણીઓ,
હવે થોડી પાકટ થાઓ.
કાજલ કાંજિયા 'ફિઝા '