દ્વારિકા ને માર્ગે સુદામા હાલ્યા જાય છે
આડા આથડતા સુદામા હાલ્યાં જાય છે
હાથ મા એક લાકડી,માથે ટુંકી ચોટલી
અંગે એક પોતળી,તાંદુલ ની છે પોટલી
પગે નથી પગરખા ને કંટકે કુચડાય છે....દ્વારિકા ને માર્ગે
ભણુ શુ ભગવાન ને,કહેવું શુ કાન ને
જાણશે આ વાન ને,મુકશે કે માન ને
ગણતરી ની ગોથડીએ,દુવારકા દેખાય છે...દ્વારિકા ને માર્ગે
દ્વારપાળ ધક્કે ચડાવે,ધીર દેહ ઝીલી ન પાવે
કાન કાને શબદ સુણાવે,હડીએ ગીરધર જાવે
સોનેરી દ્વારિકા ના જણ જોઈ અચરાય છે...દ્વારિકા ને માર્ગે
અરસોએ ભાળ્યો ભેરુ,ઉર છલકયુ માધવ કેરુ
રાણી કે આવું કોણ અનેરું,અંગે ઉઠી આવી લેરુ
એકબીજા ને ઈશારે પુછતી,મન મા મલકાય છે...દ્વારિકા ને માર્ગે
કોણ હશે આ કુબળો,દેહ થી સાવ દુબળો
દઇ અવસર ઋણ તણો,કીધો કેશવે બમણો
લીલાધર લીલા કરતા,મુખલડે મલકાય છે..દ્વારિકા ને માર્ગે
મિત્રતા આ મલકે ભાળી,રખાવટ કીધી વનમાળી
ચારણ હિતદાન કે હરી એ ભાઈબંધી ના ટાળી
ઉગારયો ભુદેવ ભવપાર,વાત્યુ હજી વખણાય છે..દ્વારિકા ને માર્ગે
-Kavi Hitdan 9023323724