પાણ પ્રહારવા સહેલા,સહન કરવું સહેલું નથી
બણગાં મારવા બોળા,ટાણે ખેલવું સહેલું નથી
છટયું તીર કમાન થી,વીંધી હાલે રદય આરપાર
છાતી સોસરવું ઝીલી ને,શ્રવણ થવું સહેલું નથી
રણજોધા રોળવે રમત્યુ,રંગડા સોણીત ના સ્ફુરે
ઘાયલ ને ઘાવ દઈ ઘેરાય,કરણ થવું સહેલું નથી
અંતર માહી અંતર નજીવા,જકડવા ને ઝઝુમતા
જણ્યો પરાયો કરી પરાણે,કુંતા થવું સહેલું નથી
ધડ ધીંગાણે ધમરોળવા,ધરવી હૈયે હામ ધીરતા
શીર છેદાવી ધડે ધીડવું,પાળીયો થવું સહેલું નથી
પીડાયેલ પીડા પંડે પામવી,ધારવી હૈયે હિતદાન
કલમ ઉઠાવી કવિતા કરવી,કવિ થવું સહેલું નથી
-Kavi Hitdan 9023323724