...#...વાતો વાતોમાં...#...
બદલાઇ રહ્યો છે મિજાજ મૌસમનો,
વાતો વાતોમાં...
ભિતર ધરબાયેલી બહાર,આવી રહી છે બહાર,
વાતો વાતોમાં...
બેધડક હૈયું,આમ ચૂકી રહ્યું આજ ધબકાર,
વાતો વાતોમાં...
લાગણીઓનું વહેણ થયું છે આજ ઘોડાપૂર,
વાતો વાતોમાં...
મારી "અનોખીપ્રિત"નું ઝાકળબિંદુ બની રહી તું,
વાતો વાતોમાં...
સંગેમરમર થયું "કમલ" આજ ઝાકળબિંદુ સંગ,
વાતો વાતોમાં...