પ્રેમ જ કર્યો છે તો પછી ફરિયાદ કેવી?
ભાવ જ ભર્યો છે તો પછી ફરિયાદ કેવી?
વાત છે આત્મસમર્પણની આખરે એ જ,
વસંતે જ ખર્યો છે તો પછી ફરિયાદ કેવી?
કોણ કરે વિચાર અહીં ગુણ અવગુણનો?
એ જ સાંભર્યો છે તો પછી ફરિયાદ કેવી?
ભળી જવું છે હવે તો બસ રંગલાખવત્,
મનુજ દેહ ધર્યો છે તો પછી ફરિયાદ કેવી?
તું સાગર ઘૂઘવતો, હું શાંત શીતળ સરિતા,
ચોરાસી ફેરો ફર્યો છે તો પછી ફરિયાદ કેવી?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.