(નથી જોતો આયનો એ છળે છે મને..!!
જોવું હું ને દેખાય છે એમાં તું મને..!!)
...(Aashu) અમરીશ શુક્લના શેરને
અનુલક્ષીને મારી ગઝલ
રહું છું દૂર, નથી જોતો હવે દર્પણ;
જોઉં છું ખૂદને, ને થાય તારા દર્શન;
હાથ પ્રસારીને જ્યાં ઊભો રહ્યો તો,
લાગ્યું કે તેં તારૂં ખૂદનું કર્યું અર્પણ;
ખ્યાલ આવતાં છવાઈ જાય છે સ્મિત,
કેટલું મધુર છે તારી યાદોનું ગળપણ;
સમય જતાં પણ નથી ભૂલાતાં એ,
જેણે ખરા દિલથી કર્યું હોય સમર્પણ;
આજ એટલું તો સમજાયું "વ્યોમ" કે,
એ હતો પ્રેમ, ના હતું ફક્ત આકર્ષણ;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)