જીવતાંને ઠુકરાવે છે સૌ અહીં.
મરેલાંને તો મલાવે છે સૌ અહીં.
જીવતેજીવ સારા શબ્દો ન કહે,
મર્યા પછી વખાણે છે સૌ અહીં.
છે તકવાદીને તકલાદીનો મેળો,
દુઃખીનો ન હાથ ઝાલે છે સૌ અહીં.
પરિચય આપે પોતાનો વખાણી,
આજનું મળતું કાલે છે સૌ અહીં.
કેમ છો ? પૂછવા તસ્દી ન લેતા,
આવું બધું તો ચલાવે છે સૌ અહીં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.