કોઈ સંતે કહ્યું છે ને કે,”જ્યારે આ શરીરમાંથી જીવને જવાનું પ્રયાણ થશે ત્યારે સગાંવહાલાં પોક મૂકીને રડશે . તે પહેલાં તને જમડાની નોટિસો આવી હશે પણ તું ચેત્યો નથી . પેરાલીસીસનો હુમલો આવ્યો હોય , હૃદયની નળી બ્લોક થઈ ગઈ હોય , પગે ચલાતું ન હોય , કાનથી સંભળાતું ન હોય , આ બધી નોટિસો છે પણ તેને તેં ગણકારી નથી . સગાં બધાં ભેળાં થઈ મસાણિયામાં બાળી દેશે . બંગલા , મોટરો , માલખજાના , લાખોની મિલ્કત ખડકી હશે પણ તે કાંઈ સાથે નહિ આવે . બધુ અહીં જ પડયું રહેવાનું . બધું જ મેલીને આખરે તો સ્મશાનમાં જાવાનું થાશે . માટે સાનમાં સમજી ભગવાન ભજી લેવા.”