"સુંદરતા"
-@nugami.
સુંદરતા હંમેશા પોતાનામાં ખૂબ જ સુંદર હોય છે. એને કોઈ મેલ ચઢતો નથી.કે એ નથી જૂની થતી. સુંદરતા હંમેશા સુંદર જ રહે છે.
ભગવાન બુદ્ધે માનવ શરીર માં કુલ બત્રીસ કુરૂપતા ઓ ગણાવી છે. માથા ના કેશ થી માંડી ને પગ ના નખ સુધી....
તો પછી આ દેહ સુંદર કેવી રીતે હોઈ શકે? દેહ તો નાશવંત છે.તો જે નાશવંત હોય એ સુંદર કેવી રીતે હોય ???
સુંદરતા હંમેશા ચેતના ની હોય છે ....જેને સુંદર થવા કોઈ પ્રસાધન ની જરૂર નથી રહેતી.
જ્યારે વ્યક્તિ નો દેહ ઘણી બધી ગંદકી થી ભરેલો છે.જેને રોજે રોજ સુંદર બનાવવા રોજેરોજ સૌન્દર્ય પ્રસાધનો ની જરૂર પડે છે.
જો કોઈ એક દિવસ સ્નાન ના કરે તો? બ્રશ ના કરે તો ? કપડાં બદલાવે નહિ તો ? પૂરતી ઉંઘ ના લે તો ? આવા ઘણા રોજિંદા જીવન ની ઘટનાઓ છે જે વ્યક્તિના દેહની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખે છે.બાકી વ્યક્તિ નો દેહ માત્ર હાડ અને માંસ થી ભરેલો પડ્યો છે.
જરાક ક્યાંક વાગે તો લોહી આવે છે અને એ ઘા ને પારખી ને એના પર મચ્છર પણ બેસે છે.
વિચારો કે વ્યક્તિ ના દેહ માં કેટલી ગંદકી ભરી પડી છે,તો એ દેહ સુંદર કેવી રીતે હોઈ શકે?
દેહ પર ગમે એટલા અત્તર છાંટો,પણ એની ગંધ તો આવશે જ .....
વ્યક્તિ હંમેશા બાહ્ય દેખાવ ને મહત્વ આપે છે,જે નાશવંત છે.જેનું કોઈ મૂલ્ય નથી.વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે કોઈ બે મિનિટ પણ એના મૃતદેહને ઘરમાં રાખવા માગતું નથી,એના મૃત્યુ પછી પણ લોકો અભડાય છે અને સ્નાન કરે છે.તો વિચારો કે,આ દેહ ની સુંદરતા કેટલી ????
દેહ ને ગમે એટલો સજાવો,ગમે એટલા અત્તર છાંટો,ગમે એટલા પૈસા વેડફી દો સુંદર બનવા માટે પણ અંતે તો એ નાશવંત જ છે.....દેહ ક્યારેય સુંદર હતો નહિ,છે નહિ અને બનશે પણ નહિ.
અને જે નાશવંત નથી એ છે વ્યક્તિ ની ભીતર રહેલી ચેતના....
જે વ્યક્તિ નો અંતર આત્મા છે એને સુંદર બનાવવો નથી પડતો.એ પોતાની ભીતર પહેલે થી જ સુંદર છે.
બસ પારખવાની જરૂર છે.....
સુંદરતા તો એ ચેતના માં છે, જેમાં પ્રેમ, લાગણી,દયા,કરુણા છલોછલ છે......
અપાર સૌંદર્યતા......
અગાઢ શાંતિ.....
બધું જ છે ચેતના માં,નહિ કે દેહ માં....
-@nugami.