નામ: નેન્સી અગ્રાવત
શિર્ષક:ટેસ્ટર
"જેમ માર્ગ પર અકસ્માત જોવા મળે એમ વિજળીના જોડાયેલા કનેક્શનમાં પણ અકસ્માત થાય છે.આથી,વિજળી સાથે કામ કરીએ ત્યારે સાવચેતી ખૂબ જરૂરી છે.હંમેશા કોઈ વસ્તુ વીજ અવાહક કે સુવાહક એને ચેક કરી પછી જ કામ શરૂ કરવું.એના માટે ઈલેકટ્રીક ટેસ્ટરનો ઉપયોગ કરવો.એને ખાસ પોતાની પાસે જ રાખવું.ટેસ્ટર તમને વીજ કરંટ ચાલુ છે કે નહિ તે પારખી શકશે અને જોખમથી બચાવશે.. "'
બેલ વાગતા ઇલેક્ટ્રોનિક વિભાગના વર્ગમાં પિરિયડ પૂરો થયો. ડસ્ટર લઈ બોર્ડ પર લખેલા ટોપિક "ટેસ્ટર"ને ભૂસતા એક જ વિચાર આવ્યો,
"કાશ,મારી પાસે એવું કોઈ ટેસ્ટર હોત જે માણસને પારખી શકે....તો આ એકલતાના જોખમથી હું બચી શકી હોત...!!!!
written by.... નેન્સી અગ્રાવત