9 મે ( 1540 ) જેઠ સુદ ત્રીજ
આ તારીખ છે ભારતના વીર મહાન પરાક્રમી કે,
જેમણે ડર નામની વસ્તુ ની ખબર જ ના હતી તેવા મેવાડ
ના મહા પરાક્રમી યોદ્ધા મહારાણા પ્રતાપ ની જન્મજયંતી
મહારાણા પ્રતાપ અેક અેવુ નામ જે સાંભળતા જ વિરોધીઓ થર થર ધ્રુજતા, જયા સુધી જીવતા રહ્યા ત્યા સુધી પીછેહઠ નથી કરી, વંદન છે તેમને, પણ જેણે આવા દિકરા ને જન્મ આપ્યો તે માતા જયવંતાબાઈ ને લાખ લાખ વંદન 🙏🙏🙏
ઇ.સ.૧૫૭૯થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મુગલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પરથી મોગલોનો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈ.સ.૧૫૮૫માં મેવાડમુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણાનું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવર્ણ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઈ.સ.૧૫૮૫માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્યની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.
જય ભવાની 🙏
જય રાજપુતાના 🙏
જય મહારાણા 🙏
જય મેવાડ 🙏
કિશોર શ્રીમાળી
✍️_____જોગી 📿