માઁ
આમ તો હતી તું નાજુક, નમણી પણ છાંયડો આપતી વડલાનો
શક્તિ આવી, તું લાવતી હતી ક્યાંથી, પૂછી લેવું હતું મારે તને
પહાડ જેવી શક્તિ આં, તું લાવતી હતી ક્યાંથી ?
એ છતાં, હતી તું કોમળ, એક ગુલાબની કળી જેટલી ;
આવી તો અનેક ખાસિયતો હતી તારી, ગણાવું કેટકેટલી !
માઁ તારા ખોળે માથું મૂકીને સુવાનું સુખ હતું કાંઈક અનોખું
ફિકર, ચિંતા મટી જતી હતી બધી; પળભરમાં લાગી જતું ઝોકું
હવે એ વડ, જાણે કપાઈ ગયો; નથી એ છાંયડો કે ખોળો
પણ માઁ, મારા જીવનમાં છે, અને રહેશે હર પળ તારો ઓળો
Armin Dutia Motashaw