🚶 આ સમય વિતી જશે..! 🚶
કસોટી થાય સદા કંચનની ને ,
તપે ટીપાય તોયે નિખરી જશે..!
પુરુષાર્થ કરનારને હે મનવા ,
ધાર્યું સફળ ફળ મળી જશે..!
પ્રારબ્ધને પાંગળું ન થવા દેતા ,
તો જ મન ના કોડ પૂરા થશે..!
આવે ભલે પંથે કેટલીયે આફતો ,
જીતનો મારગ મોકળો થઈ જશે..!
ન માનતો હાર છે હામ તુજ માં ,
જોજે વહાલા આ સમય વિતી જશે..!
- વનિતા મણુંન્દ્રા ( વાણી )