"The rent of this Building is to be used for the DOGS"
"આ બિલ્ડીંગનું ભાડું કૂતરાના ધર્માદામાં વાપરવું."
🌿ભાવનગરની દાણાપીઠમાં આવેલ આ મકાન વિશિષ્ટ છે. માનવ અને પ્રાણી વચ્ચેની આત્મિયતાનું દર્શન કરાવે છે..
🌿અંદાજે સો એક વર્ષ પહેલા બન્યું હોય તેવું જણાતું આ કલાત્મક કોતરણી વાળું મકાન ત્રણ મજલાનું છે.
🌿મકાનના ઈતિહાસ વિષે તો હું નથી જાણતો પણ તેની ઉપરનું આ લખાણ ચોક્કસ ધ્યાન ખેચે તેવું છે.
🌿હાલ ના સમય માં ચર્ચાતા “sustainable development” વિષે જયારે મોટી મોટી વાતો સંભાળીએ છીએ ત્યારે એમ ચોક્કસ થાય કે ગઈ સદીના માનવ અને પર્યાવરણ વચ્ચેનું આવું સાયુજ્ય જો હજુ થોડું ઘણું પણ જળવાયું હોત, તો મોટા ભાગની પર્યાવરણીય સમસ્યાઓ ઉદ્ભવિત ન હોત...
🌱🍁🌻🌿🌳🦚🌎🐥🦋🍂🌱🌿