Gujarati Quote in Poem by Kavi Hitdan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાથ છોડાવ્યો ભાંડુંડા નો દુર કર્યા તાર

બંધ કીધા તહેવાર ને છેટા કર્યા વેવાર

નાત જાત ન જોતા નિસરીયો આરપાર 

હાય રે કોરોના તારો હાહાકાર


શ્વાસ લેતા છુટ મા ત્યાં ઢંકાવી દીધા તે મોઢા

વેંત વગર વાત્યુ કરતા દડુકિયા થાય ખુબ દોઢા

માનવી હારી ને અંતે  બની ગયો સાવ લાચાર

હાય રે કોરોના તારો હાહાકાર


મોજે મ્હાલતા મલકે,ત્યાં ઓરડે બંધ કીધા

હાથ મીલાવતા હોંશે એ સગપણ છીનવી લીધા

કોનો ઉતાર્યો તે અમ પર  આવો વહરો ખાર

હાય રે કોરોના તારો હાહાકાર


અવસર મ્હાલતા મોજે,સીમિત સંબંધી રાખ્યા

માંડ માંડ આગળ વધતા તે શિશુ ને તોડી નાખ્યા

ભણતર પડ્યું ભાંગી નથી કોઈ એનો આકાર

હાય રે કોરોના તારો હાહાકાર


"હિતદાન" હૈયું પુછે આજે કેવી વસમી આ વેળા

વારંવાર વિભુ ને વંદુ,ભાઈ ભાંડું ને રાખજે ભેળા

આવી ને અવની પર ઈશ્વર તું છે થઈ જા સાકાર

મિટાવી દે આ કોરોના કેરો હાહાકાર


હિતદાન ગઢવી

Gujarati Poem by Kavi Hitdan : 111700859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now