આ તો જીવન છે, જીવતા શીખો,
સંબંધોમાં પડેલી દરારોને સીવતાં શીખો....... ,
ઘણી વાર આપી જાય છે,
નાની ભૂલો, પણ વેદના......
દુઃખોને પણ જીવનમાં વેઠતા શીખો,
આ તો જીવન છે.......
ઘણી ઈચ્છા હોય છે, ઘણું મેળવવાની.......,
પણ બધું મળતું નથી,
જે કંઈ મળી રહે તેમાં જ સંતોષતા શીખો ,
દુઃખી ઘણાય છે, અહીં ને દુઃખોના.......,
ઘણા સ્વરૂપ છે, કહેવું એટલું જ છે કે,
"ખુશ રહેતા શીખો"
આ તો જીવન છે ,જીવતા શીખો.......
-Amisha patel