બેતાબ
મારાં કંપતા હોઠ ને
ખબર કાંઈ પડતી નથી
કહેવું કેમ હવે તુજ ને
જોઈ ને દિલ ઘાયલ છે..
તારી આંખો ના અમી
ઘૂંટડે ઘૂંટડે પીવા છે
સ્નેહાળ તારી એ નજર
આંખ માં જો કાજલ છે...
સ્મિત ભર્યો એ મધુરો
ચહેરો ખુબસુરત છે
જોવા ક્યારે મળીશ તું
હજી શીદ ને ઓઝલ છે...
તારા જમણા ગાલ ને
ચૂમી રહી છે એ ભલે
જરા સ્પર્શી લઉં એને
અલકલટ તો કાતિલ છે...
નથી હટતી આ નજર
તારા ચહેરા પરથી હવે
બેતાબ થઇ છે જો "બકુલ"
તને ચૂમવાને પાગલ છે..
- બકુલ ની કલમે...✍️
ગઝલ
02-05-2021
06.22