હે પ્રભુ, હે દયાના સાગર
આ તે શું ધાર્યું છે
તારા બાગના ફુલો આજે ટપોટપ ખરી રહ્યા છે
કદાચ માળીની કાંઈ ભુલ હોય તો પણ આટલી મોટી સજા તો ન જ હોય!
મંદિર, મસ્જીદ, બાગ, બગીચા અને નિશાળો બંધ કરીને ફક્ત હોસ્પિટલો અને સ્મશાન જ ચાલું રાખ્યા
આ શું તે કર્યું ?
તું મોટો એની ના નથી પણ તે જે ખેલ માંડ્યો છે એમાં તો કોઈ પણ બચે એમ નથી
પછી ક્યાંથી સ્વજનો પાછા લાવીશ.
છોરૂ કછોરૂ થાય પણ માવતર કમાવતર ન થાય,
માટે બે હાથ જોડી વિનવું કે હે પ્રભુ, હે દયાના સાગર આ ખેલ બંધ કર...! 🙏🏻🙏🏻