Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરે છે કોઈ અને કોઈ ભરે છે;
જીવતા ડૂબે અને લાશ તરે છે;

ખોખરો નિકળ્યો માનવ અહીંયાં,
છતાં પૂરા વિશ્વાસે ખુદા ઘડે છે;

પાનખરમાં પાનને ખરતાં જોયાં,
આજકાલ એ ભર વસંતે ખરે છે;

એક સમયે હવા જે મળતી મફત,
આજ સૌ એના માટે કરગરે છે;

જો બાજરી ખૂટે મરે છે હરકોઇ,
કોરોના કાળમાં તો કમોતે મરે છે;

ચોમેર છે બસ લાશોના ઢગલા,
મસાણે પણ ચિતા ક્યાં ઠરે છે?

હવે તો બસ કર હે, પરવરદિગાર
તન, મન શું "વ્યોમ" જાન ધરે છે

કઠોર નથી ખુદા તું, જાણું છું હું,
જોઉં એ તું સાબિત કેમ કરે છે?

...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111698567
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now