ઝાઝું બોલે , વ્યર્થ સાબિત છે.
મૌન ઉત્તમ, અર્થ પુલકિત છે.
આચરણમાં, હોય સાચો એ,
ધર્મ નિષ્કામી જ ,મનમિત છે
લ્હાય લાગી , હોય પામી લો,
કેટલું દુર મૃત્યુ જો , મિત છે.
હાસ્ય હલકું , જોઇ ઝાકળ નું,
સૂર્ય કિરણ, પામતી પ્રિત છે.
ત્યાગ માંહી, પ્રાકૃતિક સત જો,
ચેતના આનંદ, ધ્વનિત છે.
-મોહનભાઈ આનંદ