મનોહર દાસ રચીત પદ..
................................................... .
સુણે કોઈ નામ ગગન ધૂન ગાજે.
આ ઘટમાં ઘનન ઘંટા વાગે.ટેક...
ઘનનન ઘન ઘમઘોર નાદ.
આ ઘટમાં અખંડ ગાજે.
શ્વાસે શ્વાસે હરદમ હાલે.
સોહુ પદમાં છાજે.ટેક...
ઓહંગ સોહંગના અજંપા જાપે.
સુખમણા દોર કોઈ સાંધે..
ત્રીવેણીના તીરની ઉપર.
જલ મલ જ્યોતુ જાગે.ટેક...
નાભી કમળમાં નિરખી જોયલ્યો.
તખતે બેઠો અનુરાગે.
સુરવીર થઈને સનમુખ ખેલો.
નિરાધાર ખેલ આગે.ટેક...
સાચા સતગુરૂ સમર્થ સેવતા.
નામની નોબત વાગે.
મનોહરદાસ ગુરુ બાવદાસ ચરણે.
લેહ ગગનમાં લાગે.ટેક...
...........................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી...