"આવકારા થી જાકારા સુધી."
-@nugami.
આપણા સંસ્કાર એમ કહે છે,કે "કોઈ આવે જો તારા આંગણે, તો આવકારો મીઠો આપજે."
તો,એ આંગણું આપણા ઘર નું પણ હોઈ શકે,અને હૃદય નું પણ.
આપણે જીવન દરમિયાન ઘણી સારી નરસી વ્યક્તિઓ ના સંપર્ક માં આવીએ છીએ.
કોઈ થોડા સમય માટે ,તો કોઈ જીવન નાં અંત સુધી સાથ આપી જાય છે.
એ સાથનો અનુભવ સારો પણ હોય શકે અથવા ખરાબ પણ.
કોઈ પણ વ્યક્તિ સાથે લાગણી ત્યારે બંધાય છે,જ્યારે એ વ્યક્તિ આપણા માટે બધું જ કરી છૂટવા તૈયાર હોય અથવા તો ,
એ આપણા માટે કંઇ જ ન કરે ,પણ પ્રેરણા એવી આપી જાય,કે આપોઆપ એના માટે માન ઉપજે.
અથવા તો ,
એ વ્યક્તિનું એવા સમયે તમારા જીવન માં આગમન થાય,જ્યારે તમને ખરેખર આધાર ની જરૂર હોય.
આ ત્રણ કારણો વ્યક્તિ ને બીજા વ્યક્તિ પ્રત્યે પ્રેમ,લાગણી,સ્નેહ ઉપજાવવા પૂરતા છે.
જીવન એક એવું પુસ્તક છે,કે એના આપણે સમય જતા પાના ફેરવવા જ પડે છે.પછી એ પાના પરથી આપણી મનગમતી વ્યક્તિ કે એનો સાથ છૂટતો જાય તો પણ એ પાનું તો આપણે ફેરવવું જ પડે છે.કારણકે ,પરિવર્તન એ સંસાર નો નિયમ છે.
જો વ્યક્તિ જીવન માં પોતાની સારી પરિસ્થિતિ ને ટકાવી રાખવા પરિવર્તન લાવવા પ્રયત્ન નહિ કરે,તો એ દુઃખી રહેવા નું કારણ વ્યક્તિ પોતે છે,નહિ કે સમય.
જીવનમાં સમય સાથે આવકારેલી વ્યક્તિ ને સમય આવ્યે જાકારો પણ આપવો પડે છે.
વ્યક્તિના જીવનના આંગણે કોઈ પણ વ્યક્તિ આવે એને આવકાર અવશ્ય આપવો.કારણકે, જીવન માં શીખવું અને જાણવું ખૂબ જ જરૂરી છે.કારણ કે ,જીવન માં આવતી દરેક વ્યક્તિ પાસે થી ચોક્કસ કંઇક ને કંઇક શીખવા મળે જ છે. વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે.એ સમાજ વચ્ચે રહે છે.એટલે એ બીજા વ્યક્તિ ના સંપર્ક વિના એકલો રહી શકતો નથી.
કોઈ પણ વ્યક્તિ જ્યારે બીજા વ્યક્તિ સાથે જોડાય છે,ત્યારે એ જોડાવા નું કારણ અગત્ય નું છે,અને એ કારણ ના આધારે નક્કી થાય કે, એ બંને વ્યક્તિ નો સંબંધ કેટલો આગળ વધશે કે ક્યાં જઈ અટકશે.
જીવન માં આવતી દરેક વ્યક્તિ કંઇક નવું જ શીખવી જાય છે.પણ દુઃખ ની વાત ત્યાં થાય,કે આપણે એ વ્યક્તિ પાસેથી કંઇજ ના શીખતા આપણે એમાં ખામીઓ જ શોધવા બેસી જઈએ છીએ.
કોઈ વ્યક્તિ પૂર્ણ નથી.બધા માં કંઇક ને કંઇક ખામી ઓ તો હોય જ.
પણ એના સારા પાસા પણ હોય જ છે.તો શા માટે એ ના જોઈએ?
જીવન દરમિયાન મળતી મનગમતી વ્યક્તિ ને સાચવી રાખવા બધા જ પ્રયત્ન કરી લેવાય,અને એવા પ્રયત્નો કે જીવન ના દરેક પાનાં પર એનો સનેહભર્યો સાથ મળી રે.
પણ જીવનમાં મળતી અણગમતી વ્યક્તિ ને જીવન નાં એ જ પાને હૃદય નાં ડેલે થી જ જાકારો આપવામાં પણ ખોટું નથી.
પુસ્તક ના અંત સુધી પોતાની મનગમતી વ્યક્તિ ને જો સાચવવાની જ હોય તો,આવકારો એ વ્યક્તિ ની સારપ નો હોવો જોઈએ,અને જાકારો એ વ્યક્તિ ની ઉણપ નો......
પણ વ્યક્તિ નો નહિ. કારણ,ઝાડ હશે તો પાંદડા ખરશે પણ ઝાડ જ નહિ હોય તો?????
-@nugami.