છેલ્લા 10 દિવસથી શરીરમાં વિકનેસ હોવા છતાં પરિવારના સભ્ય માટે દિવસ રાત મેડીસીન્સ અને દવાખાના માટે દોડા દોડી કરી છે. એ દરમિયાન ઘણા એફબીના મિત્રો પણ જુદાજુદા દવાખાને અને મેડિકલ સ્ટોર પર મળ્યા.
ચહેરાઓ પર માયુસી અને થાકની લકીરો ખેંચાયેલ હતી. અને જે પણ ઓળખીતા કે અજાણ્યા રાતે હોસ્પિટલમાં સાથે હતા એ લોકોને જે રીતે મદદરૂપ થઇ શકું એ પ્રયાસ કર્યા છે.
મારા ઘરના જ 5 સભ્ય થોડીક સિરિયસ સ્થિતિમાં હતા અને હું પોજેટીવ હતો. આ બધા વચ્ચે હું એકલો જ હતો કે એમને માટે દોડાદોડી કરી હતી અને હજુ થોડીક ચાલુ છે.
આમ તો છેલ્લા 1 મહિનાથી લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકું એ કાર્યમાં હતો અને મોરબી સિવિલથી લઈ મોટી મોટી હોસ્પિટલમાં લાઈનમાં ઉભેલા ઉદાસ અને આશા ભર્યા ચહેરા જોયા છે.
એક કોલ આવ્યો હતો અને હું સીધો હોસ્પિટલ પર ગયો ડોક્ટર ને બતાવી મેડિકલ પર દવા લેવા ગયો ત્યારે બિલ 10000 નું થયું હતું અને હું કોલને ધ્યાનમાં રાખી ખિસ્સામાં જે કઈ રૂપિયા હતા એ લઈ ને ગયો હતો. 2500 રૂપિયા હતા. મેડિકલ વાળી છોકરી કહે પુરા પૈસા આપો પછી દવા આપીશ. અને બાટલા ચડાવવા ખૂબ ઇમરજન્સી હતા. પૈસા ની આંધળી દોટમાં લોકો માનવતા ને નેવે મૂકી દે એ દાખલો પણ જોવાનો બાકી હતો એ પણ જોઈ લીધો. મારા જીજાજી ને ફોન કરી તાત્કાલીક પૈસા જમા કરાવ્યા અને દર્દી ની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ.
હવે સ્થિતિ એ છે કે કોને મદદરૂપ બનું...? બધી જગ્યા ફૂલ છે અને છેલ્લા 1 મહિનાથી જેટલા પ્રયત્ન થતા હતા એ તમામ પ્રયત્ન કરી લીધા અને જેટલા ની હેલ્પ થતી હતી એ તમામની કરી લીધી. મારા કાકા ને રેમદેસિવિરની જરૂર હતી. 4 દિવસ શોધ્યા અને એની અવેજીમાં ડોક્ટરને કહી બાટલા અને બીજા ઈન્જેકશન ચાલુ કરવી દીધા. આ 4 દિવસમાં જ્યાં જ્યાં ઓળખાણ હતી, રાજકોટ હેમંત કાકા હોઈ કે જામનગર વિક્રમભાઈ માડમ હોઈ તમામ જગ્યાએ તપાસ કરી. ઈન્જેકશન તો ન મળ્યા પણ કરેલી સેવાની દુઆથી બધું સારું થઈ ગયું.
ઓક્સિજન માટે લાગતી લાઈનો, રેમદેસિવિર મેળવવા માટે સવાર ના 5 વાગ્યામાં ઉભા રહેતા દર્દીના પરિજનો, ભલામણ કરતા અનેક ફોન, ઉદાસ અને નિરાશ બની ગયેલો માણસ, આ બધું જોયું છે અનુભવ્યું છે. કોઈપણ પરિવારના બધા સભ્ય ઇમરજન્સીમાં છે અને એ તમામ ની દેખભાળ માટે એક જ માણસ જેમની ઉંમર 60 વર્ષ ઉપર છે એ દોડાદોડી કરતો મેં જોયો છે.
આંખોમાં હવે આંસુ સુકાય ગયા છે. માણસનો મૌલિક અધિકાર આરોગ્ય વ્યવસ્થા કહેવાય, તેને અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. મારી જાણમાં જ ઘણા પરિવાર છે જેમને એક સાથે બે કે ત્રણ સભ્યોને અગ્નિદાહ આપ્યો છે. જવાન દીકરા હોઈ કે ગર્ભવતી સ્ત્રી હોઈ. સ્થિતિ એ તબક્કે ભયાવહ બની છે કે આક્રંદ પણ હવે ગળામાં રૂંધાય ગયો છે.
મારા મોરબીનો, મારા ગુજરાતને, મારા ભારત દેશ પર પ્રભુ કૃપા કરે. હવે આ ભયાવહ સ્થિતિ નથી જોવાતી. આ મહામુસીબત માંથી ભગવાન વહેલી તકે ઉગારી ફરી તમામને સાદું આરોગ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના...
તમામ મિત્રો, વડીલો અને મારા નાના ભાઈ કે બહેનો, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો અને આજુબાજુમાં તકલીફ વાળા માણસને ખુદની તકેદારી રાખી મદદરૂપ થજો. જો માનવતા કાયમ રહેશે તો આપણે તમામ સ્થિતિમાં સાથે મળીને લડીશું.....
મનોજ સંતોકી માનસ