કંટક જો ખૂંચે પગમાંહી,
ખેંચી કરું દૂર અબ ઘડી,
કોને કહું કોઈ વાત તણી
ખટક જો આ ઊરે પડી.
છટકી, તમે થાઓ છૂટા,
ન વળગો આમ ગળે પડી.
દિવસ તમારો હો ઝગમગ,
અમારે તો જાણે રાત પડી.
ઊરે દાહ અમારે સળગે,
આપને કયાં આંચ નડી ?
આંખ મીંચી ઊભા દરબારે,
દુવા તો આપની જ ફળી.
નિશાની કાલીમા અમ ફાળે
તને સવારની ક્યાં ખોટ પડી?
ઊર્મિ' કેરાં ઓરતાં એજ,
ખુશીઓ મળે ઝોળી ભરી...
' ઊર્મિ '