મારી પ્રિયતમા મારી સમજથી પરે છે;
પણ પ્રેમ એ દિલ્લોજાનથી મને કરે છે;
નજર ઝુકાવીને જ્યારે નજર મળે છે;
લાગે છે કે એની નજરમાં મને ભરે છે;
ક્યારેક નજર અમારી એમ મળે છે;
જાણે પ્રેમથી નખશિખ મને કળે છે;
કેમ કહું? કેટલો પ્રેમ દિલ એને કરે છે;
દિલ સદાય એના માટે જ તડફડે છે;
આંખોમાં ભર્યો એના ખ્વાબનો દરીયો,
એની યાદો બનીને નાવડી એમાં તરે છે;
જીવન રૂપી મારો આ હંસલો પણ જોને,
ફક્ત એના નામના જ મોતી ચરે છે;
પ્રેમ છે પૂજા ને પ્રેમ છે બંદગી માટે,
મન મારુ દિલ એના ચરણોમાં ધરે છે;
ફિદા છું એની હર એક વાત પર "વ્યોમ"
આ જાન આજ પણ એના પર મરે છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)