કપે રકાબીને ચીઢવતા કહ્યું :
"જો તુ કેવી નીચી છે,
અને હું ઉંચો રુઆબદાર છું..."
રકાબીએ હસતાં કહ્યુઃ
"રહેવા દે, તુ બધાને ગરમ રાખે છે
અને હું બધાને ઠંડા પાડુ છુ.
તને કાન પકડી ઉંચો કરે છે અનેે
મને પાંચે આંગળીએ થી
સાચવીને ઉંચકે છે."
ગુણ મહત્વનાં છે...રૂપરંગ નહીં..
✍️કોમલ સુથાર