ધર્માચાર્યો અને પુર્વજો એ ગાય ની હાલત જેવી હશે તેવી મનુષ્યની હાલત થશે એવી મજેદાર વાત કરી.
એમણે કહ્યું શાસ્ત્રમાં કહ્યું છે કે જેવી ગાયની હાલત હશે તેવી માનવ જાતિની હાલત થશે !
આ વાત અક્ષરશઃ સાચી પડતી આવે છે. 🐂ગાય ભટકે છે! ....માણસ પણ ભટકે છે.🐂 ગાય દુ:ખી છે....માણસ પણ દુ:ખી છે.
🐂ગાય ટપોટપ કતલખાને મરે છે..... માણસ પણ ટપોટપ મરે છે સ્મશાન પણ ખાલી નથી.
🐂ગાય ચિત્કાર કરે છે..... માણસ પણ રોગોથી ચિત્કાર કરી રહ્યો છે.
🐂ગાય ઓખર કરે છે..... માણસ પણ માંસાહાર રૂપી ઓખર કરે છે.
🐂 ગાય વલખા મારે છે....માણસ પણ પૈસા પાછળ વલખા મારે છે.
🐂ગાયના વાછરું ને મા નું દૂધ દુલર્ભ છે....માણસ પણ પોતાના બાળક ને ધાવણ છોડાવી દે છે.
🐂ગાય રેઢીયાળ બની ગઈ....માણસ પણ પરિવાર થી તરછોડાઇ દલદલ રેઢીયાર બની ગયો.
🐂ગાય દુધ આપતી હતી ત્યાં સુધી ખીલે બાંધી - દુધ આપતી બંધ થઈ પાંજરાપોળમાં મૂકી....માણસને પણ સગા દિકરાએ વૃદ્ધાશ્રમ માં મૂકી હાથ ખંખેરી નાખ્યા.
🐂ગાય ના છાણ- ગોબર-મૂત્રની કિંમત ન રહી...માણસ ના કૃષિ -ખેતી પર નભતાં ખેડૂતો ની કિંમત ન રહી.!
🐂ગાય ને ઇંજેકશન મારીને બચ્ચા પેદા કર્યા....માણસ IVF માં બચ્ચા પેદા કરવા માંડ્યો.!
🐂ગાયનું મહત્વ ઘટી ગયું....માણસની જીંદગી નું મહત્વ ઘટી ગયું'.!
🐂ગાય સાથે નો નાતો તૂટી ગયો લાડ... પ્યાર..સહાનુભૂતી ગઈ....માણસ માણસ વચ્ચે વૈમનસ્ય સગી મા નો નાતો તૂટી ગયો!
🐂 ગાયનું પવિત્ર દૂધ છોડયું ! તો જર્સી જનાવર નું કોથળી નું દૂધ આવ્યું.
🐂🐂👳♀️👳♀️👳♀️🐂🐂
દોસ્તો! ગાય બચશે તો પૂરી માનવજાત બચશે. ગાય મરશે તો પૂરી માનવજાત મોતના ખપ્પરમાં હોમાય જશે ! --- આજે આ દર્શ્ય તાદર્શ્યમાન મારી તમારી સામે ખડુ છે!
હવે દડો કુદરત ના હાથ માં જતો રહ્યો હોય એવો અહેસાસ માનવજાત ને થવા લાગ્યો છે! ચાલો પાછા ફરી એ ગાય- ભૂમિ ને બચાવી એ !
અસ્તું - વંદે ગૌમાતરમ્ #દિપકચિટણીસ ✍🏻✍🏻
🌹 ༺꧁ ગૌ માતા કિ જય꧂༻🌹 ༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻🌹