29..નિરાંત સ્વામીની વાણી.
............................................
મન માનીએ હરી મળશે.
એવા હરી મન માનીએ મળશે.
વ્યાપક વિશ્વમાં વાત વળી છે.
ટાણે કાયમ ટળશે.ટેક...
પ્રહલાદની પ્રતિજ્ઞાના રે પાળી.
કાપ્યું કસ્ટ કળશે.
નરશી થઈને નાથ પધારીયા.
બળિયો હણ્યો બળશે.ટેક...
ગજ ગળીયોને જુડ જોરાવર.
વિટાયો વળશે.
કાપી કટકા તેના કરીયા છે.
ગજ તારયો જળશે.ટેક...
દુસ્ટ સભામાં આણી દ્રોપદીને.
તાણ્યા ચીર તલશે.
ચીર મરજાદ સભામાં રાખી.
દુર્યોધન ગળશે.ટેક...
કંસ સભામાં કૃષ્ણ પધાર્યા.
કરમ ફળીયા ફળશે.
કંસ પછાડયા કેશ ગ્રહીને.
ડર ના ભયો દલશે.ટેક...
નીરખ્યા નામ સ્નેહી સાચા.
પણ પ્રીતે પળશે.
દાસ દાસના દેવ દયાળુ.
ખલ જેવા ખલશે.ટેક...
જ્યાં જેવા ત્યાં તેવા કહીયે.
સ્ફાટીકપે ભડશે.
નિરાંત નામી નથી વેગળા.
હરી નામે હંણશે.ટેક...
......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ...