૧) લાંબા તિલક ભાલ, ફક્કડ થઇ
જગમાં ફરે,
એવા તપસી લપસી જાય,કામા
આગળ કાનિયા.
૨) અનિતી, અતપાત,અવડી શું કિધેલ
અમે?
(કે) મટે નંઇ માબાપ, સંતાપ દલનો
શામળા.
૩) કર્યા હોય (તો) કેને ગોપીવર ગના;
મારી લે માધા સો સો જૂતી શામળા,
૪) આંબેથી ઊડેલ, બાવળ મન બેસે
નહિ,
ચંદણથી ચૂકેલ, વન કોઇ વિસામો
નહિ.
.....બળવંત જાનીના
સૌજન્યથી 🙏