Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવ જગત ને ઇશ્ર્વર તણી રે, તમે‌ કરો ઓળખાણ રે,
ઝગડો ટળે રે મન તણો, મન મૂળે ન હોય રે..ઝગડો...

હું ને મારૂ‌ મિથ્યા જાણજો રે, સર્વે હરિ રૂપ હોય જો,
હરી વિના બીજું કંઈ નથી, તુ‌ મા હું ભળી જાય જો..ઝગડો.

હું તું ટળી એક થાય ત્યારે, નિર્ગુણ નિરાધાર જો,
જન્મ મરણ એને નહીં, નિજ નામનું નિશાન..ઝગડો

હુ‌ હરી માં સમતુલ છું રે , વિશ્ર્વ વ્યાપક ગણાય જો,
જ્યારે સદગુરૂ પુરા મળે, આપે નિજ ઘરનું ભાન જો. ઝગડો

સદગુરૂ સંતોને પુછવું રે,આપે નામ ને નિશાન જો,
દાસ ભલારામ વિનવે, ગુરૂ લાલન પ્રતાપ જો..

ઝગડો ટળે રે મન તણો..

જય ગુરૂ મહારાજ
સદગુરૂ સ્મરણાર્થે

Gujarati Religious by બાબા સત્સંગી : 111692425
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now