*હે..પરમપિતા પરમેશ્વર !*
હે પ્રભુ ! ......જરા ધીમે ...
તમારા પવિત્ર હાથોની માટીથી બનેલાં
આ રમકડાં ક્યાંક ટૂટી ન જાય !!
થોડીક મહેરબાની અને દયા કરજો !!
અમે જાણીએ છીએ કે વર્તમાન પરિસ્થતિ માટે અમે જ જવાબદાર છીયે...અમે અમારી જાત ને સર્વશક્તિમાન હોવાનું નિર્થક ઘમંડ કરી બેઠા...
અમે તારી પૂજા છોડી..વ્યક્તિ પૂજા તરફ વળ્યા.....
તારા ગુણગાન ને બદલે નેતાઓ ના ગુણગાન ગાવા લાગ્યા
આરતી વખતે તાળીઓ પાડવા માં શરમ સંકોચ નો અનુભવ કરતા ,અને નેતાઓ ને ખુશ કરવા તેમની સભા માં તાળીઓ પાડતા..
દરેક પવિત્ર ધર્મ સ્થાન ઉપર અમે રાજકરણ રમીયે છીયે
અમે ઘર ,સમાજ, મિત્રો કે પરિવાર પણ છોડ્યા નથી
હક્ક નું છોડી બીજાની થાળી નું પણ છીનવી લેવા ની નીચ હરકતો કરતા પણ શરમ સંકોચ નો અનુભવ કર્યો નથી
લાગણી ના સંબધો હોય ત્યાં પણ સ્વાર્થ માટે કાંચીડા ની જેમ કલર બદલતા અમે વાર લગાડી....નથી
ગરીબ ,લાચાર, વૃદ્ધ, અને બાળકો પણ અમારી વિકૃત અને સ્વાર્થી હરકતો ના ભોગ જાણતા અજાણતા બન્યા છે...પણ આ પ્રકાર ની વિકૃત રમતો રમતા રમતા હું એતો ભૂલી ગયો...હતો કે તમે અંતર્યામી અને કણ કણ માં વસેલા છો.
તમારા થી મોટા ચાલ બાજ આ સંસાર માં બીજું કોણ છે?
કોની બાજી ક્યારે ઊંધી વાળવી અને કોની ચતી કરવી એ તમારા થી વધારે કોણ જાણતું હોય ?
નોટબંધી વખતે બંધ થયેલ નોટો અમે મંદિર ના ગોલખ માં નાખી હતી, બજાર માં ન ચાલતી ફાટલી તૂટલી નોટો પણ મંદિર ના ગોલખ માં અમે નાખીયે છીયે, એક ફૂંલ ચઢાવી બેશરમીથી તમારી પાસે અમે બગીચો માંગતા...
ખિસ્સામાં રૂપિયા થી ભરેલ પાકીટ હોવા છતાં ખિસ્સામાં માંથી ગોતી ને ગોલખ માં રૂપિયા નો સિક્કો મુક્તા અંદર થીં દાનવીર કર્ણ જેવો અનુભવ અમે કરતા...આવી ભાવના ને કારણે જ આજે અમે લાખો રૂપિયા ના હોસ્પિટલો ના બિલો ચૂકવી રહ્યાં છીયે
જાણતા અજાણતા હે પ્રભુ અમે તમારી મજાક કરવા નું પાપ કર્યું હોય તો બે હાથ ત્રીજું મસ્તક તમારા ચરણ માં ઝુકાવી માફી માંગીએ છીયે..
જેવી ભાવના થી મંદિર ના પગથિયાં ચઢિયો હતો ,તેવું તેનું વળતર અમને તમેવઆપી દીધું છે...હવે વધારે કપડાં અમારા ખેંચી અમારા જન્મ વખત ની અવસ્થા માં મૂકી ન દેતા....
મંદિરો ના દરવાજા બંધ કરી તમે સીધીજ રીતે અમારી સામે અણગમો વ્યક્ત કરી દીધો છે...
આપ આપવા બેસો ત્યારે છપ્પર ફાડીને આપો છો ..અને લેવા બેસો ત્યારે છાતી ઉપર પગ રાખી...હિસાબ માંગો છો ..હે પ્રભુ અમને બાળક સમજી આ વખતે માફ કરી દયો.. અમે તમને સમજવા માં ભૂલ કરી બેઠા છીયે....
હે પ્રભુ ! બધા ને સહ-પરિવાર સ્વસ્થ અને સુખી રાખજે..હોસ્પિટલો ને ખાલ્લી કરી નાખ દરેક સ્વજનો ની આંખો ના આંસુ લૂછી ફરીથી અમારું જીવન આનંદ કિલોલ કરતું કરી દે.....
લી.
સદાય આપના તરફ મીટ માંડી રાખતા,
તારા ભૂલકાઓ
મિત્રો
આત્મા જ્યારે પોતે કરેલ ભૂલો પ્રાયશ્ચિત કરે ત્યારે પ્રભુ અચુક મદદ કરવા આવે છે..
અત્યાર નો સમય ભૂલો નું પ્રાયશ્ચિત કરવાનો છે.