Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*દર વર્ષે એક છોકરાને તેના માતાપિતા તેને ઉનાળાના વેકેશન માટે તેના દાદીના ઘરે લઈ જતા હતા, અને બે અઠવાડિયા પછી તે જ ટ્રેનમાં ઘરે પાછા ફરતા હતા.*

*એક દિવસ છોકરો તેના માતાપિતાને કહે છે:*

*′ ′ હું હવે મોટો થયો છું, જો તમે મને આ વર્ષે એકલો દાદીના ઘરે જવા દો તો ???*

*થોડીક ચર્ચા પછી તેના માતાપિતા થોડાક સુચનો અને સલાહ સાથે સંમત થાય છે*.
*ત્યાર બાદ રેલવે સ્ટેશન પર તેને શુભેચ્છા પાઠવે છે,અને બારીમાંથી એક ફરિ બધી સુચના યાદ અપાવે છે.*

*છોકરો કહે છે ! ′ હું જાણું છું,આ બધી સુચના તમે મને ઘણી વાર કહી છે. ...! "*

*ટ્રેન નીકળવાની છે અને પિતા છેલ્લે બારી માંથી તેને બોલાવે છે અને કહે છે.*
*′ ′ મારા પુત્ર, જો તને અચાનક બીક લાગે છે અથવા ડર લાગે છે, તો આ પત્ર તારા માટે છે! ......* ′

*અને તે પત્ર તેના છોકરા ના ખિસ્સામાં નાખી દે છે.*

*હવે છોકરો એકલો છે, ટ્રેનમાં બેઠો છે, તેના માતાપિતા વિના, પહેલીવાર ..*.

*તે ટ્રેન ની બારી માંથી બહાર ના દ્રશ્યો જુએ છે અને તેની આસપાસ અજાણ્યા લોકો દોડધામ કરે છે, અવાજ કરે છે, કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળી જાય છે*
*હવે તને અનુભૂતિ થાય છે કે તે એકલો છે ..*
*એક વ્યક્તિ તેની સામે ઉદાસ ચહેરે બેઠો છે આ બધું જોઇ આ છોકરો વધુ અસ્વસ્થતા અને બેચેની અનુભવે છે અને હવે તે ડરી ગયો છે*

*તે માથું નીચું કરે છે, સીટના ખૂણામાં જઈ ઉંઘવા નો પ્રયત્ન કરે છે ,પરંતુ બીક ના કારણે ઉંઘી શક્તો નથી.*
,

*તે યાદ કરે છે કે જ્યારે ટ્રેન ઉપડી ત્યારે તેના પિતા એ તેના ખિસ્સામાં કંઈક મૂકી રહ્યા હતા*.

*ગભારટ ને કારણે ધ્રૂજતા હાથથી તે કાગળનો આ ટુકડો ખોલવાનો પ્રયત્ન કરે છે, તે ખોલે છે:*

*તે તેમા લખેલા લખાણ ને વાંચે છે.*

*"દીકરા , ચિંતા ન કર, હું તારી સાથે આજ ટ્રેન ના તારી પાછળ ના ડબ્બામાં જ છું" ...*

*મિત્રો, જીવનમાં પણ આ જ રીતે છે ...*

*જ્યારે ભગવાન આપણને આ દુનિયામાં મોકલતા હતા, તે વખતે તેમના સ્વયં દ્વારા, તેમણે આપણ ને એક પત્ર આપ્યો છે*

*તેમા લખેલ છે.*,
*ઉદાસ ન થશો , હું તમારી સાથે જ છુ.હું તમારી સાથે મુસાફરી કરું છું, ફક્ત મને દિલ થી યાદ કરો ... ❤️*

*મિત્રો તેથી ગભરાશો નહીં, હતાશ થશો નહીં, બહાર ની અને અત્યાર ની પરિસ્થિતિ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરશે ..*
*તેથી ભગવાન ઉપર વિશ્વાસ રાખો , તે સદાય આપણી સાથે હંમેશાં છે, આપણી આખી મુસાફરી દરમિયાન.*
cp.

Gujarati Blog by Krishna : 111691756
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now